Sachin Deshmukh
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર યથાવત છે. ત્યાં મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું (Sachin Deshmukh) કોરાના વાયરસના કારણે મોત થયું છે. 52 વર્ષીય સચિન દેશમુખે ઠાણેના વેદાંત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના મિત્રોના જણાવ્યા મુજબ, તેમને ઘણા દિવસોથી તાવ આવતો હતો. પરંતુ તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી દીધી હતી. તો 9 દિવસ પછી ખબર પડી કે તેમને કોરોના થયો છે.
દેશમુખ હાલના દિવસોમાં મુંબઈમાં એક્સસાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં સુપરિટેન્ડેટ તરીકે કામ કરતા હતા. દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા. પોતાના જમાનામાં તેમને મુંબઈ અને મહારાષ્ટ્ર બંને સ્થાનેથી રણજી ટીમમાં સ્થાન મળ્યું હતું.
સચિન દેશમુખે તેમની કેપ્ટનશિપમાં 1986માં કૂચ બિહાર ટ્રોફીમાં ધમાલ મચાવી દીધી હતી. તેમજ પાંચ ઇનિંગ્સમાં તેમણે 3 સદી ફટકારી હતી. જેમાં 183, 130 અને 110 રનની ઇનિંગ્સ સામેલ હતી.
ભારતના પૂર્વ વિકેટકીપર માધવ મંત્રીના મતે દેશમુખ (Sachin Deshmukh) એક શાનદાર પ્રતિભાશાળી અને ગિફ્ટેડ ક્રિકેટર હતો. 1990ના ગાળામાં ઇન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સચિન દેશમુખે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે તે સમયે 7 મેચમાં 7 સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે મિડલ ઓર્ડર બેટ્સમેન હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.