બિલાસપુર જિલ્લામાં પવન સિંહ નામના એક વ્યક્તિને છત્તીસગઢ પોલીસે કથિત રીતે તેની પત્નીની હત્યા કરવા, તેના શરીરના ટુકડા કરવા અને ટેપ અને પોલિથીનનો ઉપયોગ કરીને પાણીની ટાંકીમાં છુપાવવાના આરોપમાં અટકાયત કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના મહિનાઓ પહેલા બની શકે છે, પરંતુ 5 માર્ચે નકલી ચલણના કેસમાં તેમની શોધ દરમિયાન વિકૃત લાશ મળી આવી હતી.
Chhattisgarh Man Kills Wife
છત્તીસગઢના બિલાસપુર દિલ્લાથી એક રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી તેના મૃતદેહના 6 ટુકડા કરી નાખ્યા. આટલું જ નહીં આરોપીએ મહિલાની લાશના ટુકડાને લપેટીને ટેપ લગાવીને પાણીની ટાંકીમાં મુકી રાખ્યા.
જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ 3 મહિના પહેલા જ પોતાની પત્નીની હત્યા કરી હતી. પોલીસે હત્યાના આરોપમાં મહિલાના પતિની ધરપકડ કરી છે. મામલો સકરી વિસ્તારનો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે યુવક તખતપુરનો રહેવાસી છે. તેણે બીજી જાતિની યુવતી સીતા સાહુ સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ તે અને સીતા બન્ને ઉસલાપુરમાં ભાડાના ઘરમાં રહેતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર બન્નેની વચ્ચે ગેરકાયદેસર સંબંધની શંકા પર વિવાદ થતો હતો. આજ કારણે યુવકે પોતાની પત્નીની હત્યા કરી દીધી. જોકે પોલીસની આરોપી સાથે પુછપરછ હજુ ચાલી રહી છે.