Chhota Udepur
છોટા ઉદેયપુર (Chhota Udepur) માં મહિલા પર અત્યાચારનો ફરી એક બનાવ સામે આવ્યો છે. નસવાડીના ધનિયા ઉમરવા ગામ ખાતે એક મહિલાને ઢોર માર મારવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે, આ અંગે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટના વિષે મળતી માહિતી મુજબ, પરિણીત યુવતીને સાથે ભાગી ગયેલા કુંવારા યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાને ઘરના દરવાજાથી રોડ સુધી ઢસડીને માર મારવામાં આવ્યો હતો. તેમજ એવી પણ માહિતી મળી છે કે છેલ્લા છ મહિનાથી મહિલાનો કુંવારો પુત્ર એક પરિણીત યુવતીને લઈને લાપતા થઈ ગયો છે.
- આ પણ વાંચો : પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી આ ફરિયાદ, જાણીને ચોંકી જશો…
- આ પણ વાંચો : ‘Adipurush’ આ નવી ફિલ્મમાં પ્રભાસ અને સેફ દેખાશે આમને-સામને…
ત્યારબાદ સામાપક્ષના લોકોએ ‘મારી દીકરીને શોધી લાવ’ કહીને મહિલાને ઢોર માર માર્યો હતો. આ મામલે Chhota Udepur ના નસવાડી પોલીસ સ્ટેશન ખાતે માર મારનાર ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
- આ પણ વાંચો : Nature: તમારી રાશિ પરથી જાણો કેવો છે તમારો સ્વભાવ…
- આ પણ વાંચો : Patil: ઉ.ગુજરાત પ્રવાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં ઉડાવ્યા ધજાગરા
- આ પણ વાંચો : Scam: પ્રધાનમંત્રી કિસાન યોજનામાં થતા કૌભાંડનો થયો પર્દાફાશ…
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.