Child murder
રાજકોટમાં 13મી ઓગસ્ટ ગુરુવારના રોજ ગોંડલ રોડ પાસે આવેલા પુનિત નગર વાવડી રોડ પરથી છ વર્ષની બાળકી ગુમ થઈ હતી. જો કે, શુક્રવારના રોજ ગુમ થયેલી બાળકીની ગળુ કપાયેલી હાલતમાં લાશ (child murder) મળી આવી. તેમજ ગળું કાપીને હત્યા (child murder) કરાયેલી હાલતમાં નેન્સીની લાશ મળતા વિસ્તારમા ખળભળાટ મચ્યો છે.
આ અંગે જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પી.આઇ જય ધોળા તેમજ ડી સ્ટાફ પીએસઆઇ ડામોર તો સાથોસાથ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ યુ.બી જોગરાણા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અત્યારે નેન્સીના માતા-પિતાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો આ સાથે આજુબાજુમાં રહેતા લોકો તેમજ તેમના સાથે કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. નેન્સીના પિતા પુનિત નગર વાવડી રોડ પર નવા બની રહેલા વ્રુંદાવન ગ્રીન સીટીની સાઇટ પર રહી મજૂરીકામ કરે છે. તેઓ દાહોદ ગરબાડાના નીમસ ગામના રહેવાસી છે.
રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં અપહરણ તેમજ હત્યાનો (child murder) ગુનો નોંધી દેવામાં આવ્યો છે.
આ અંગે જુદી-જુદી ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો સાથે જ આ ગુનાના કામે ફોરેન્સિક એક્સપર્ટ ની ટીમની પણ મદદ લેવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.