Sri Lanka
શ્રીલંકા (Sri Lanka) માં ચીને એક મહિના કરતાં વધુ સમયથી બે જહાજો મોકલી રાખ્યા છે. આ બન્ને જહાજોનું સત્તાવાર કામ દરિયાઈ સંશોધન માટેનું છે. પરંતુ હકીકતે તેઓ ભારતીય નૌકાદળની અને ખાસ તો ભારતની સબમરિનોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
છેલ્લા 8-10 વર્ષથી ચીની જહાજો નિયમિત રીતે શ્રીલંકાની મુલાકાતે આવતા રહે છે. એમાંથી કેટલાક જહાજો ચીન સંશોધન માટે મોકલે છે. ભારતીય નૌકાદળને શંકા છે કે ચીની જહાજો દરિયાઈ સંશોધનના બહાને ભારતીય નૌકાદળની દરેક હિલચાલની નોંધ કરી રહ્યા છે. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌકાદળ સૌથી મોટું છે. ચીન ભારતીય નૌકાદળની તાકાત માપવા માટે વારંવાર હિન્દ મહાસાગરમાં પોતાના સંશોધન જહાજો મોકલતું રહે છે. આ તેનો વધુ એક પ્રયાસ છે.
આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR
જહાજ પર જે સંશોધનની આગેવાની કરી રહ્યા છે એ ચાઈનિઝ કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ મેમ્બર છે અને લશ્કરી કાર્યવાહી સાથે સંકળાયેલા પણ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.