Corona vaccine

Corona vaccine

કોરોના સંક્રમણ હજી પણ દેશોમાં ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવા સંજોગમાં સંક્રમણ ને રોકવા માટે અનેક દશો રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોરોના રસીને લઈને અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે.

વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણ (Corona vaccine) નું કામ શરૂ થઈ શકે છે. અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મનની તેની ભાગીદાર કંપની બાયોએનટેકે કોરોના રસીના ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકાના FDA માં અરજી કરી છે. રસીની મંજૂરી પર ચર્ચા માટે FDAની રસી સંબંધિત સમિતિની 8થી 10 ડિસેમ્બર વચ્ચે બેઠક થવાની છે. 

આ પણ જુઓ : સુરતમાં બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

અમેરિકામાં કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમના પ્રમુખ મોનસેફ સ્લાઉએ જણાવ્યું કે અમારી યોજના છે કે મંજૂરી મળ્યાના 24 કલાકની અંદર રસીને રસીકરણ કાર્યક્રમ સ્થળોએ પહોંચાડવામાં આવે. મને આશા છે કે મંજૂરી મળ્યા બાદ 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ જશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024