Mobile App Ban
ભારતે ચાઈનાની 118 મોબાઈલ એપ (Mobile App Ban) પર બેન લગાવ્યો છે. ત્યારબાદ મૂકેલા પ્રતિબંધ બાદ ચીનનું નિવેદન સામે આવ્યુ છે. ચીન તરફથી કહેવામાં આવ્યુ છે કે આ એક ચિંતાનો વિષય છે અને આનાથી ચીની વેપારીઓના હિતને નુકસાન પહોંચ્યુ છે.
આ પણ જુઓ : PM મોદીના ટ્વિટર એકાઉન્ટ હેક કરનાર જૉન વિક્સ કોણ છે, જાણો
છેલ્લા થોડાક જ સમયમાં આવુ બીજીવાર થયુ છે જ્યારે ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ગઈ કાલે સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારતે PUBG સહિત કુલ 118 મોબાઈલ એપને બેન કરી દીધી હતી.
આ પણ જુઓ : Ladakh : ભારતીય સેનાધ્યક્ષ જનરલ નરવણે પહોંચ્યા લદ્દાખ
ચીનની કૉમર્સ મિનિસ્ટ્રીના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે ભારતની જે મોબાઈલ એપ પર બેન કરવામાં આવ્યો છે. તેનાથી ચીની ઈન્વેસ્ટર્સ અને સર્વિસ પ્રોવાઈડરના હિતને નુકસાન પહોંચ્યુ છે. ચીન આ મુદ્દે ગંભીર છે અને આનો કડક વિરોધ કરે છે. ભારતે લીધેલા નિર્ણય પર અમેરિકાનું કહેવુ છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભારતનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. અગાઉ નિર્ણય પર પણ અમેરિકાએ ભારતનો સાથ આપ્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.