Recipes : ઘરેજ બનાવો ટેસ્ટી ચોળાફળી.

સામગ્રી:-

ચણાનો લોટ – 2 વાડકી, મગનો લોટ – 1 વાડકી,અડદનો લોટ – 1 વાડકી. સાજીના ફૂલ, મીઠું, તેલ, મરચું અને સંચળ.

રીત:-

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો.

હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણમાં રગદોળીને ફુલકાં જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી.

આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી.ચોળાફળી ફુલવી જોઈએ, તો જ તે સ્વાદિષ્ટ બનશે .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here