Recipe : ગ્રીન એંડ સ્પાઈસી પુલાવ | Green And Spicy Pulao
Green And Spicy Pulao સામગ્રી-
ચોખા – ૧ કપ, ફલાવર – ૨૫૦ ગ્રામ. લીલા વટાણા – ૧૫૦ ગ્રામ, બટાકા લાંબા ચીરેલા – ૨૦૦ ગ્રામ. તજ – ૨ ટુકડા, લવિંગ – ૪-૫ નંગ, મરી – ૭-૮ નંગ, તમાલપત્ર – ૨-૩ નંગ, એલચી – ૨ નંગ, ડુંગળીની સ્લાઇસ – ૨ નંગ, લીલાં મરચાંની ચીરીઓ – ૨ નંગ, તેલ – ૪ ચમચા, કોથમીર, આદું, લીલાં મરચાંની પેસ્ટ – ૨-૩ ચમચા
મીઠું – સ્વાદ મુજબ, ગરમ મસાલો – જરૂર પ્રમાણે.
રીત: – ચોખાને ધોઇ લો.
કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, એલચી અને મરી નાખી અડધી મિનિટ સુધી સાંતળો. તેમાં ડુંગળીની પાતળી સ્લાઇસ અને લીલા મરચાંની ચીરીઓ ઉમેરી આછા બદામી રંગની થાય એટલે નીચે ઉતારી લો.
હવે બાકીનું તેલ લઇ તેમાં બધાં શાકને ૪-૫ મિનિટ સુધી સાંતળો.
જેથી પુલાવ વધારે ટેસ્ટી બનશે. ત્યાર બાદ તેમાં કોથમીર-આદુંમરચાંની પેસ્ટ નાખો અને સાંતળેલી ડુંગળી, ગરમ મસાલો તથા મીઠું ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવો.
તે પછી તેમાં ચોખા નાખી અને જરૂર પૂરતું પાણી રેડી મઘ્યમ આંચે પુલાવ થવા દો. એકાદ-બે વાર હલાવો. લો, ગરમા ગરમ પુલાવ સર્વ કરો.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ