Ambala Patiala border

Ambala Patiala border

અંબાલા-પતિયાળા (Ambala Patiala border) બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. ખેડૂતોને આગળ વધતાં અટકાવવા પોલીસે લગાડેલી બેરીકેડ્સ ખેડૂતોએ ફગાવી દેતાં ટેન્શન સર્જાયું હતું. જેથી આ સંજોગોમાં ઉશ્કેરાયેલા ખેડૂતોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવા છતાં ખેડુતો ન વિખેરાતાં આખરે રેપીડ એક્શન ફોર્સની ટુકડી બોલાવવી પડી હતી. ખેડૂતોએ બળજબરીથી હરિયાણામાં પ્રવેશ કરી દીધો હતો.

આ પણ જુઓ : DyCM નીતિન પટેલની વિકેન્ડ કર્ફ્યૂ અંગે કરી જાહેરાત

આજે સવારથી ખેડૂતો પાટનગર નવી દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં હલ્લા બોલ કરવાના હતા. પોલીસે સંબંધિત વિસ્તારોની સરહદો સીલ કરી દીધી હતી પરંતુ પોલીસના સંખ્યાબળ કરતાં ખેડૂતોનું સંખ્યાબળ વધુ હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.