Delhi High Court

Delhi High Court – Big decision of Delhi High Court, adult woman free to live with anyone she wishes

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર વયસ્ક યુવતીને લઈને દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જ્યાં ઈચ્છે અને જેની સાથે ઈચ્છે રહી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જ્યાં ઈચ્છે અને જેની સાથે ઈચ્છે રહી શકે છે.

હાઈકોર્ટે પોલીસને કહ્યું કે, તે પોતાની મરજીથી ઘર છોડીને જતી અને પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરનાર 20 વર્ષની યુવતાના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે અને તેમને સમજાવે કે તે પુત્રી-જમાઈને ધમકારે નહીં ન તો કાયદો પોતાના હાથમાં લે. કોર્ટે કહ્યું કે, યુવતી અને તેના પતિને તેના નિવાસ્થાન સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીનો મોબાઇલ નંબર આપવામાં આવે જેથી જરૂર પડે તો તે પોલીસનો સંપર્ક કરી શકે.

આ પણ જુઓ : આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરુ

ન્યાયમૂર્તિ રજનીશ ભટનાગરની પીઠે કહ્યું, ‘યુવતી વયસ્ક હોવાને કારણે જ્યાં ઈચ્છે, જેની સાથે ઈચ્છે રહી શકે છે. તેથી અમે નિર્દેશ આપીએ કે યુવતીને વાદી નંબર 3 (વ્યક્તિ)ની સાથે રહેવાની મંજૂરી છે. અમે પોલીસ અને તંત્રને નિર્દેશ આપીએ છીએ કે તે યુવતીને વ્યક્તિના ઘરે છોડીને આવે.’ પીઠે પોલીસને કહ્યું કે, તે યુવતીના માતા-પિતા અને બહેનને સમજાવે કે તે કાયદો પોતાના હાથમાં ન લે અને યુવતી કે યુવકને ધમકી ન આપે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024