AIIMS
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત મુજબ 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute Of Medical Science) નું લોકાર્પણ કરવામાં આવશે. એટલે કે હૉસ્પિટલને તૈયાર કરીને લોકોની સેવા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. તેમજ AIIMS સુધી થતાની સાથે જ રાજકોટ ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે.
રાજકોટમાં આજે 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં દરેક વોર્ડમાં 1 સ્પેશિયાલિસ્ટ ડૉકટર, 1 હેડ નર્સ, 2 સ્ટાફ નર્સ, 2 કર્મચારી અને 1 કાઉન્સિલર ઉપલબ્ધ રહ્યા હતા.
જો કે, શહેરમાં છેલ્લા ત્રણ દિવસની અંદર 86 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ નીપજે છે તેમના મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી હોતું. પરંતુ જેટલા પણ દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે તે દર્દીઓ પૈકી 60 થી 70 ટકા દર્દીઓ અન્ય રોગની બીમારીથી પીડાતા હોય છે.
રાજકોટમાં સતત બીજા અઠવાડિયે કોવિડ હૉસ્પિટલોમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો શહેરની 24 ખાનગી કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓ તરફથી દર્દીઓને આપવામાં આવતી સારવાર, દર્દીઓને આપવામાં આવતા બિલ સહિતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉપરાંત આ મામલે આરોગ્ય સચિન જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો દ્વારા સાજા થયેલા દર્દીઓને પણ ડિસ્ચાર્જ ન આપવામાં આવતો હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી. તો આ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી..
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.