આ બેંક દ્વારા FD ના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો

પોસ્ટ કેવી લાગી?

FD

ICICI બેંક દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે FD રેટમાં ઘટાડો કર્યો છે. તો આ નવા ઘટાડેલા દર પ્રમાણે તમને 91 દિવસથી 184 દિવસની એફડી પર 3.50 ટકા વ્યાજ મળશે. તેમજ આ નવા વ્યાજ દર 7 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવ્યા છે. જો કે, બેંક હજી પણ એફડી પર મહત્તમ 5.50 ટકા વ્યાજ ચૂકવે છે. આ અગાઉ 10 ઓગસ્ટે પણ બેંકે એફડી વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો હતો.

જાણો FD ના આ નવા વ્યાજ દર

  • 7 થી 29 દિવસની FD પર વ્યાજ દર ઘટાડીને 2.5% કરવામાં આવ્યા છે.
  • તથા 30 થી 90 દિવસની એફડી પરનો વ્યાજ દર 3% કરવામાં આવ્યો છે.
  • 91 થી 185 દિવસ માટે એફડી, હવે તેને 4% ની જગ્યાએ 3.50% વ્યાજ મળશે.
  • તો 185 થી 289 દિવસના સમયગાળા પર 4.40% વ્યાજ આપવામાં આવશે.

આ ઉપરાન્ત ICICI બેંકે મેચ્યોરિટી વાળી એફડી પરના વ્યાજ દરને 290 દિવસથી લઈને 1 વર્ષ સુધીના 10 બેસિસ પોઇન્ટથી ઘટાડીને 4.40% કર્યા છે. તો હવે ICICI બેંકના ગ્રાહકોને 1 વર્ષથી 18 મહિનાથી ઓછા સમય સુધીની એફડી પર માત્ર 5% વ્યાજ મળશે. આની ઉપર, 18 મહિનાથી વધુ અને 2 વર્ષ કરતા ઓછાની એફડી પર 5.10% વ્યાજ આપવામાં આવશે. તો 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD પરના વ્યાજ દર 5.15 ટકા છે, 5 થી 10 વર્ષની FD પર 5.50 ટકા વ્યાજ આપવામાં આવશે.

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે ICICI ની વિશેષ FD યોજનાને ‘ICICI Bank Golden Years’ નામ આપવામાં આવ્યું છે. ‘આ યોજના હેઠળ સાધારણ એફડીથી 0.80 ટકા વ્યાજ મળી રહ્યું છે તે હેઠળ 5 વર્ષ 1 દિવસથી લઇને 10 વર્ષ માટે રોકાણ કરવામાં આવી શકે છે. તેમા 2 કરોડ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures