રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. રાજ્યના લાખો શહેરી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વમાં કોરોના કાળમાં મતદાન માટે જોડાશે.

ભાજપના સાંસદો, મંત્રીઓ અને આગેવાનો અહીં કરશે મતદાન

  • કૌશિકભાઈ પટેલ રાજ્યમંત્રી, થલતેજમાં સવારે 8.00 કલાકે
  • સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રહલાદનગરમાં સવારે 10.00 કલાકે
  • ડૉ.કિરીટભાઈ સોલંકી સંસદ સભ્ય, રાણીપમાં સવારે 7.00 કલાકે
  • નરહરી અમીન રાજ્યસભાના સાંસદ, નારણપુરામાં સવારે 9.00 કલાકે
  • હસમુખભાઈ પટેલ સંસદ સભ્ય, ઘોડાસરમાં સવારે 9.00 કલાકે
  • યમલભાઈ વ્યાસ ભાજપ પ્રદેશ પ્રવક્તા નવરંગપુરામાં સવારે 10 કલાકે
  • મહેશભાઈ કસવાલા ભાજપ પ્રદેશમંત્રી મણિનગરમાં સવારે 10 કલાકે
  • જગદીશભાઈ પંચાલ ભાજપ શહેર પ્રમુખ કૃષ્ણનગરમાં સવારે 8.30 કલાકે

કોગ્રેસના નેતાઓ આટલા સ્થાને મતદાન કરશે

  • હિમતસિંહ પટેલ MLA – સુખરામનગર સરકારી શાળા – 12 વાગે
  • ગ્યાસુદિન શેખ MLA – શાહપુર મિલ કમ્પાઉન્ડ સવારે 8 વાગે
  • ઇમરાન ખેડાવાળા MLA – જમાલપુર શાળા નંબર ૯-૧૦ — 11 વાગે
  • લાખાભાઈ ભરવાડ MLA – ગ્યાસપુર પ્રાથમિક શાળા – 12 વાગે
  • દિપકભાઈ બાબરીયા મહામંત્રી કોંગ્રેસ – વંદના ઢીંગલી ઘર – પાલડી- 1 વાગે​​​​​​​
  • અમીબેન યાજ્ઞિક રાજ્યસભા સાંસદ – આંબાવાડી સહજાનંદ કોલેજ 11 વાગે​​​​​​​
  • ડૉ.મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા – અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ બોડકદેવ -10 વાગે​​​​​​​
  • શશીકાંત પટેલ શહેર પ્રમુખ – ભાવિન વિધાલય થલતેજ ગામ 9 વાગે​​​​​​​
  • કમળાબેન ચાવડા નેતા વિપક્ષ AMC – શાળા નંબર 13 બહેરામપુરા ડપિંગ સાઈડ રોડ – 9 વાગે

રાજ્યના મુખ્યમંત્રી CM રૂપાણી પણ આ ચૂંટણીમાં મત આપશે તેવા અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા રૂપાણી કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કરશે. મુખ્યમંત્રીનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આ અંગેનો અંતિમ નિર્ણય જાહેર થાય તેવી વકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024