પાટણ : બગાવત કરનાર 13 ભાજપી સસ્પેન્ડ.

પાટણ : નગરપાલિકામાં ટિકિટ ન મળતા ભાજપ પક્ષ સામે બળવો કરનાર પાટણ અને સિદ્ધપુર પાલિકાના 7 કોર્પોરેટર તેમજ સભ્ય મળી કુલ 13 કાર્યકરોને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પાલિકાના એક પૂર્વ ભાજપના કોપોરેટર દ્વારા પોતે ભાજપમાંથી રાજીનામુ આપી દીધેલું હોઈ પછી પક્ષમાંથી સસ્પેન્ડ કેવી રીતે કરો તેવા જિલ્લા ભાજપ પ્રમુખ પર સવાલ ઉઠાવ્યા હતા. જિલ્લા પ્રમુખ દ્વારા પ્રદેશમાંથી કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સસ્પેન્ડેડ ભાજપના સભ્યોનાં નામ
પાટણ નગરપાલિકા

વોર્ડ નં 2 રાવલ કિશોરભાઈ છૈલશંકર (ભૈયા), 30 વર્ષ જુના કાર્યકર
વોર્ડ નં 2 રાઠોડ વિજયભાઈ ધર્માભાઈ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ નં 3 મોદી અજયકુમાર અમરતલાલ (શકિત કેન્દ્ર પ્રમુખ)
વોર્ડ નં 3 રાવલ કલ્પનાબેન કિશોરભાઈ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ ન 8 પ્રજાપતિ પ્રમોદભાઈ ખેમચંદદાસ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ નં 9 ડૉ. દવે નરેશભાઈ ઘનશ્યામભાઈ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ નં 9 પટ્ટણી ઈશ્વરભાઈ રૂગનાથભાઈ (સક્રિય સભ્ય)

સિદ્ધપુર નગરપાલિકા
વોર્ડ નં 1 ચૌહાણ રણજીતસિંહ કપુરજી (સક્રિય સભ્ય)
વોર્ડ નં 2 પટેલ નયનાબેન પ્રદિપભાઈ(સક્રિય સભ્ય)
વોર્ડ નં 3 પ્રજાપતિ વિકાસ હસમુખભાઈ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ નં 3 પ્રજાપતિ ભગવતીબેન મહેશભાઈ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ નં 5 ઠાકર દેવીપ્રસાદ ગોવિંદલાલ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ નં 5 શુક્લ ચિરાગ ઈન્દ્રવદન (સક્રિય સભ્ય)

જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે કોઈપણ કાર્યકર રાજીનામુ આપે પરંતુ તેનું પ્રાથમિક સભ્ય પદ રદ કરવા માટે પ્રદેશમાંથી કાર્યવાહી કરવી પડે છે. એટલે પ્રદેશમાંથી સૂચના મુજબ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here