Vijay rupani વિજય રૂપાણી

ગુજરાત રાજ્યમાં પેટાચૂંટમી પહેલાં સરકાર હરકતમાં આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. રોજ સરકાર દ્વારા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવે છે.

આ સાથે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના વધુ 10 લાખ પરિવારનો સસ્તા દરે રાહત દરે અનાજ વિતરણનો લાભ મળશે. મુખ્યપ્રધાન (Vijay Rupani) વિજય રૂપાણીના આ નિર્ણયને તેમના જનસંપર્ક અધિકારી મારફતે જાહેર કરવામાં આવ્યો છે.

સરકારી અખબારી યાદી મુજબ આ સંવેદનશીલ નિર્ણયથી 50 લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. હવે NFSAના મળવાપાત્ર તમામ લાભો આ વધુ 10 લાખ પરિવારને પણ મળશે

આ યોજના અંતર્ગત રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે.

NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે

યાદીની જાહેરાત મુજબ શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024