CM Vijay Rupani

CM Vijay Rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ મંત્રીમંડળની આગામી બેઠકમાં ગુંડા વિરોધી કાયદા માટે ચર્ચા કરાઈ હતી. જેના માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે. આ મામલે મુખ્યમંત્રી (CM Vijay Rupani)એ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ગુંડા ગર્દી છોડો નહિ તો ગુજરાત છોડવું પડશે.

આ પણ જુઓ : Russia : રશિયામાં એક મહિલાના શરીરમાંથી જીવતો સાપ નીકળ્યો

આ નિર્ણય બાદ હવેથી ગુંડાગર્દી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે. નિર્ણય મુજબ ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ થશે. તેમજ ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. ઉપરાંત ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે.

આ પણ જુઓ : BJP એ ફેસબુકને કરી હતી ફરિયાદ આ 14 પેજ બંધ કરવા

દારૂનો વેપાર, જુગાર, વ્યાજખોરી, અપહરણ, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા કૃત્યોને નાશ કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે. ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક બની રહેશે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024