Kajal Maheriya

કાજલ મહેરિયાના અનેક ગીતો યુ-ટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. ‘મળ્યા માના આશીર્વાદ’ તેનું ખૂબ જાણીતું ગીત છે. મોઢેરા ખાતે જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya) પર હુમલો થયાનો આક્ષેપ કરાયો છે. કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે. આ અંગે મોઢેરા પોલીસ સ્ટેશને બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પારિવારિક ઝઘડામાં બોલાચાલી થઈ હતી. જે બાદમાં માર મરાયાનો આક્ષેપ કાજલ મહેરિયા (Kajal Maheriya) તરફથી કરવામાં આવ્યો છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા વ્યક્તિના ઘરે જ્યારે કાજલ મહેરિયા ગઈ હતી ત્યારે તેને લાફો મારીને હુમલો કર્યો હતો. કાજલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કરતા વ્યક્તિના ભાઈના અખરઅંતર પૂછવા માટે ગઈ હતી. આ ઘટનાને લઈને મોઢેરા પોલીસ સ્ટેશને 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલાની ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી. કાજલ મહેરિયા (Kajal Meheriya) ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ભાઈની ખબર પૂછવા તેના ઘરે ગઇ હતી. ત્યારે અચાનક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના વિરોધીઓમાં અસામાજિક તત્વો દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને લાફો મારવામાં આવ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024