CM Yogi
- ઉત્તરપ્રદેશમાં બાબરી મસ્જિદ બનવાની છે. આ માટે સુન્ની વકફ બોર્ડે ઈન્ડો-ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી છે.
- 5 એકરના મસ્જિદ સંકુલમાં અન્ય જાહેર સુવિધાઓની ઇમારતો પણ બનાવવામાં આવશે.
- ટ્રસ્ટે જણાવ્યું કે આ જાહેર સુવિધાઓના શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી (CM Yogi) આદિત્યનાથને બોલાવીશું.
- જો કે, ટ્રસ્ટે સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે મુખ્યમંત્રીને બોલાવવામાં આવશે ત્યારે મસ્જિદના શિલાન્યાસ જેવો કોઈ સમારોહ યોજાશે નહીં.
- તથા ટ્રસ્ટનું આ નિવેદન યુપીના સીએમ યોગી (CM Yogi) આદિત્યનાથના નિવેદનના 48 કલાક પછી આવ્યું છે.
- યોગીએ પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું હતું, ‘શું તમને લાગે છે કે મને આમંત્રણ મળશે? મને બોલાવવામાં આવે તો પણ હું નહીં જાઉં. ‘
- ઈન્ડો-ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનના સેક્રેટરી અતહર હુસૈને ધાનીપુર ગામમાં બનનાર મસ્જિદની સાઇટ સીએમને બોલાવાની પુષ્ટિ કરી છે.
- તેમણે કહ્યું, ‘ઇસ્લામની ચાર શાળાઓ, હનફી, હમબલી, શાફઇ અને માલીકીમાં મસ્જિદના શિલાન્યાસની કોઈ જોગવાઈ નથી.’
- ટ્રસ્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘ધાનીપુર ગામમાં પ્રસ્તાવિત 5 એકરના મસ્જિદ સંકુલમાં અન્ય જાહેર સુવિધાઓની ઇમારતો પણ બનાવવામાં આવશે.
- એક હોસ્પિટલ, પુસ્તકાલય, કોમ્યુનિટી રસોડું તથા રિસર્ચ સેન્ટર પણ બનશે.
- તેમજ અમે જાહેર સુવિધાઓના મકાનોના શિલાન્યાસમાં માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi) ને આમંત્રિત કરીશું.
- તેમણે કહ્યું કે મુખ્યમંત્રી માત્ર કાર્યક્રમમાં જ નહીં આવે પરંતુ જાહેર સુવિધાઓના મકાનોને લઇ અમને માર્ગદર્શન પણ આપશે.
- મસ્જિદના પ્રસ્તાવિત નામને લઇ અતહર હુસૈને કહ્યું કે હજી સુધી નામને લઇ કોઇ નિર્ણય લેવાયો.
- તેમણે કહ્યું, ‘અલ્લાહ માટે નમાઝ મહત્વપૂર્ણ છે, મસ્જિદનું નામ નથી.
- એમ છતાંય હું સ્પષ્ટતા કરી દઉં કે અમે મોગલ બાદશાહ બાબરના નામ પર મસ્જિદનું નામ રાખીશું નહીં.
- તેમજ ટ્રસ્ટના સભ્ય ઇમરાન અહમદે જણાવ્યું હતું કે અયોધ્યાના ડીએમ અનુજ કુમાર ઝાએ અમને અનૌપચારિક રીતે મસ્જિદની જમીન આપી દીધી છે.
- હજુ કેટલીક ઔપચારિકતાઓ બાકી છે, તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
- તેમજ અમને મહેસૂલ વિભાગની સર્ટિફાઇડ કોપી મળી ગઇ છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow