Petrol and diesel prices

Petrol and diesel prices

પેટ્રોલ અને ડીઝલની કિમતો (Petrol and diesel prices) માં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. રવિવારે પેટ્રોલની કિમતોમાં 8 પૈસા અને ડિઝલની કિમતોમાં 19 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિમત 81.46 રૂપિયાએ પહોંચી ગઇ છે. તેમજ ડીઝલનો ભાવ 71.07 રૂપિયા પ્રતિ લીટર છે. 

શુક્રવારથી જ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવાનું શરૂ થઇ ગયું હતું. આંતરરાષ્ટ્રીય કિમતોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલની કિમતોમાં 40 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લીટર 61 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં

નવા ભાવ વધારા સાથે મુંબઇમાં પ્રતિ લીટર પેટ્રોલની કિમત 88.16 રૂપિયા અને ડીઝલની કિમત 77.54 રૂપિયાએ પહોંચી ગઇ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.