Patan State Bank
પાટણ સ્ટેટ બેંક (Patan State Bank) ઓફ ઈન્ડિયા મુખ્ય શાખાના ડેપ્યુટી મેનેજર ભગવાનજી હાથીજી પઢીયારે જુની તથા ડુપ્લીકેટ નોટો ફરતી કરી હોવાની પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી છે.
ફરિયાદ મુજબ તારીખ 30/05/2017 થી 30/08/2020 દરમિયાન પાટણ, ચાણસ્મા અને રાધનપુર બેંકોમાંથી અલગ અલગ ખાતેદારોના ખાતાઓમાં રૂ. 2000ની 9 નોટ, રૂ. 1000ની 99 નોટ, રૂ. 500ના દરની 81 જુની નોટો, રૂ. 500ની ચાલુ ચલણની 20 નોટો, રૂ. 200ની 5 નોટ, રૂ. 100ની 29 નોટ, રૂ. 50ની 1 નોટ મળી કુલ 245 નોટોએમ કુલ મળીને રૂ. 1,70,550 ની તમામ જુની તથા ડુપ્લીકેટ નોટો સાચા તરીકે ફરતુ કર્યુ હોવાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ જુઓ : ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
એસઓજી પીઆઇ આર.કે. અમીન આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.