Patan
પાટણ (Patan) ના પ્રથમ રેલવે ગરનાળા પાસે આવેલ દિવ્ય આશિષ કોમ્પ્લેક્ષમાં ગુરુવાર વહેલી સવારે બે યુવકો પાછળથી પ્રવેશ કરી શૃંગાર, કટલરી, ટેલર્સ, હોલસેલ મેડિકલ સ્ટોર મળી કુલ 8 દુકાનોના તાળા તોડ્યા હતા. જેમાંથી રોકડ ચોરી કરવામાં આવી હતી.
કોમ્પ્લેક્ષમાં આવતા એક પછી એક દુકાનોના તાળા તૂટેલા જોઈ દુકાનદારોએ પોલીસને જાણ કરી હતી. સીસીટીવીમાં બે શખ્સો કેદ થયા હતા. અંદર પ્રવેશ કરી દુકાનની અંદરના માલ સમાનની જગ્યાએ ફક્ત કેસ કાઉન્ટરમાં પડેલી રકમની ચોરી કરી ગયા હતા.
આ પણ જુઓ : ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
સવારે વેપારીઓ આવતા કુલ 8 દુકાનોમાં ચોરી થઇ હોવાનું બહાર આવતા ચકચાર મચી હતી. સી.જી પરમારની કટલરીની દુકાનના તાળા મજબૂત હોઈ ન તૂટતાં તેના કેસ કાઉન્ટરમાં પડેલ 20 હજાર આસપાસ રોકડ રકમ બચી જવા પામી હતી. ઘટનાને પગલે વેપારીઓ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.
સવારે 3:44 કલાકે આ કોમ્પ્લેક્ષમાં બે યુવકો ચોરી માટે આવ્યા હોવાનું જોવા મળ્યું હતું અને બન્ને યુવકો મોઢે રૂમાલ બાંધી પહેલા છત પર લાગવેલ સીસીટીવી તોડી તેને જમીન પર ઊંધા કરી ચોરી કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.