સમી ગામમાં દિવસભર તબીબના સેક્સકાંડની જ ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે એવુ પણ ચર્ચાઇ રહ્યું છે કે ,આર્થિક રીતે સધ્ધર તબીબ પૈસા પડાવા કમ્પાઉન્ડરે અશ્લીલ વીડિયો ઉતાર્યા બાદ તબીબને બતાવી માતબર રકમના વહિવટની વાત કરી હતી. પરંતુ રૂ. 5 થી 10 લાખ આપવા તૈયાર તબીબે મોટી રકમ આપવાનો ઇન્કાર કરતા મામલો બગડ્યો હતો અને કમ્પાઉન્ડરે તેના વીડિયો ફરતો કરી દીધો હતો.
સમી ગામમાંથી જાણવા મળ્યા મુજબ 4 મહિના પહેલા ઝઘડો થતાં ડો. મહેન્દ્ર મોદીએ કમ્પાઉન્ડરને બે લાફા મારતા તેને નોકરી છોડી દીધી હતી. ગામના એક વ્યક્તિની મદદથી તે સુરતમા કાપડની દુકાનમા કામે રહ્યો હતો પરંતુ ડો.કટરના હાથનો લાફો તે ભુલી શક્યો નોહતો. બદલો લેવાના નિર્ણય સાથે તેને ગામની જ પ્રતિષ્ઠિત પરિવારની મહિલાઓનું ડો. મહેન્દ્ર મોદી અને તેનો પુત્ર શોષણ કરતો હોવાની ગામના કેટલાકને જાણ કરી હતી.
આ મુદ્દે ચર્ચાને અંતે સમગ્ર ધ્રૃણાસ્પદ કિસ્સાને બહાર લાવવાનો નિર્ણય લેવાયો હતો.જેમા કમ્પાઉન્ડરે ડો. મહેન્દ્રના વિશ્વાસુ બે મિત્રોની મદદથી મોબાઇલ રૂમના સોકેશમાં મુકાવી સમગ્ર સેક્સકાંડને મોબાઇલમા ઉતારી ફરતુ કર્યુ હોવાની ચર્ચા છે.
બીજી તરફ ગુરૂવારે બપોર બાદ વધુ એક અશ્લીલ વીડિયો ગામમા ફરતો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કમ્પાઉન્ડરે 8 વીડિયો ઉતાર્યા હોવાનું બહાર આવ્યું હતું. 2 મિનિટ અને 50 સેકન્ડના આ વીડિયોમાં ડો. મહેન્દ્ર મોદી હોવાનું મનાઇ રહ્યું છે. ગામમાં થઇ રહેલી ચર્ચાઓ મુજબ વીડિયોમાં જણાતી મહિલા નિ:સંતાન હોઇ દવા માટે ડો. મહેન્દ્ર મોદીને ત્યાં ગઇ હતી અને અહીં તેને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચર્યુ હતું.
પોલીસ કસ્ટડીમા રહેલા કમ્પાઉન્ડર કમ્પાઉન્ડર ઇરફાન યાશિક પઠાણની પુછપરછ ચાલી રહી છે. ત્યારે તેને અત્યાર સુધીમાં મહેન્દ્ર મોદી અને તેના પુત્રના 8 જેટલા વીડિયો ઉતાર્યા હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.