હવે દારૂ પીને કે હેરાફેરીમાં પકડાયા તો સજામાં ત્રણ ગણો વધારો.

પોસ્ટ કેવી લાગી?

વિધાનસભામાં સિગારેટ અને તમાકુની અન્ય બનાવટો (જાહેર ખબર ઉપર પ્રતિબંધ અને તેના વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણ નિયમન) અધિનિયમ (COTPA) (ગુજરાત સુધારા) વિધેયક- ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું. જેમાં ઇ સિગારેટ પર ચૂસ્તપણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તથા દારૂ પીવા અને હેરાફેરી કરવાની સજામાં વધારો કરાયો હોવાનું રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં નશાબંધી અધિનિયમમાં સુધારો કરી, કાયદાને કડક બનાવી દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ત્રણ ગણો વધારો કરી ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને રૂા. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે. દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર, અસભ્ય વર્તન કરનારને ૩ વર્ષ સુધીની કેદ, દંડની જોગવાઇ અને નશાબંધીની અમલવારી કરનાર ફરજ પરના અધિકારીને અડચણ, હુમલો કરનારને ૫ વર્ષ સુધીની કેદ અને રૂા. ૫ લાખથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.

કોટ્પા કાયદામાં સુધારો કરીને હુક્કાબારને પ્રતિબંધીત કરીને ૩ વર્ષ સુધીની કેદની સજા અને રૂા. ૫૦,૦૦૦ સુધીના દંડની જોગવાઇ નિયત કરી છે અને હવે આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ ‘‘ (ઇલેકટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ (ENDS) ’’ કે જે સામાન્ય રીતે ઇ-સિગારેટ તરીકે ઓળખાય છે. તેના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વ્યાપાર, વિતરણ, વેચાણ (ઓનલાઇન સહિત) ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા COTPA સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.

તિકાત્મક તસવીર

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ COTPA – ગુજરાત સુધારા વિધેયક-૨૦૧૯ રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં યુવાનોમાં આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. ઇ-સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે, તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે. સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત તેમાં રહેલું ડાયાસીટીલ નામનું રસાયણ ફેફસા માટે નુકશાનકારક બનતું હોવાની સાથે સીસુ જેવી ધાતુ કેન્સરના રોગને નોંતરે છે.

રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ COTPA – 2003ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજાપાત્ર કોગ્નિઝેબલ ગુન્હાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો છે. સૂચિત જોગવાઇ દાખલ થવાથી આ કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજા કે જે એક વર્ષથી ઓછી નહી અને રૂપિયા ૫૦ હજાર સુધી પરંતુ રૂપિયા ૨૦ હજાર થી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે. સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુન્હો ગણાશે અને તેની સાધન સામગ્રી કબ્જે લેવાની સત્તા પી.એસ.આઇ. કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ૧૨ રાજ્યો તથા વિશ્વના ૩૦ થી વધુ દેશોમાં ઇ-સિગારેટ ઉપર ઠરાવ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઇ-સિગારેટ ઉપર કોપ્ટા – ૨૦૦૩ કાયદામાં સુધારો કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે ૧૮ વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી ૧૮ વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. અને ઇ-સિગારેટની તેમને લત લાગતા શારીરિક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજયના યુવાધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો સૂચવતી જોગવાઇ દાખલ કરવામાં આવી છે.

રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પકડાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે અને બુટલેગરો વિરૂધ્ધ પીએમએલએ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures