યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે વિનંતી કરી. સૂત્રો મુજબ, રાહુલે આવું કરવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને સ્પષ્ટ કહી દીધું છે કે હવે તેઓ કોંગ્રેસઆ અધ્યક્ષ તરીકે નથી રહેવા માંગતા. પાર્ટીને તેમનું રિપ્લેસમેન્ટ ટૂંક સમયમાં શોધવું પડશે.
રાહુલ ગાંધીએ નવા અધ્યક્ષ શોધવા માટે કોંગ્રેસને એક મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન તેઓ અધ્યક્ષ તરીકે રહેશે. આ એક મહિનાની અવધિ થોડા દિવસમાં જ પૂરી થઈ જશે. કોંગ્રેસે નવા અધ્યક્ષ માટે અનેક નામો પર વિચાર કર્યો, પરંતુ કોઈ નામ ફાઇનલ નથી થઈ રહ્યું. સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી નથી ઈચ્છતા કે રાહુલ ગાંધી પાર્ટીનું અધ્યક્ષ પદ છોડે, જેથી પાર્ટીના સીનિયર નેતા સતત રાહુલને સમજાવવાનો પ્રયાસમાં છે, પરંતુ રાહુલ ગાંધી પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી.
રાજીનામાની જીદ પર અટક્યા રાહુલ ગાંધી
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપવા મામલે અડગ છે. આ પહેલાં પણ કોંગ્રેસ બેઠકમાં તેઓ રાજીનામા વિશે વાત કરી ચૂક્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ પદ છોડવાની વાત કરી હતી. જેને કાર્યસમિતિએ નકારી દીધી હતી. આ બેઠકમાં પણ રાહુલ ગાંધી તેમની વાત પર અડગ રહ્યા હતા. ત્યારપછી કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તમારો કોઈ વિકલ્પ નથી.
કાર્યસમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂર છે. તેથી તેમનું પાર્ટી અધ્યક્ષ પદ પર રહેવું જરૂરી છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીનું નામ પણ પ્રસ્તાવિત કરવામાં ન આવે. તે ઉપરાંત કોઈ બિન કોંગ્રેસીને જ અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ કાર્યસમિતિએ રાહુલ ગાંધીની વાત માની નહતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.