congress-protests-across-gujarat-congress-leader

Congress Protests : ગત 24મી માર્ચે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરી દીધું હતું. ત્યારે ગુજરાતભરમાં આજે 26મી માર્ચે દેખાવો થઈ રહ્યા છે. જેમાં પાટણ, વડોદરા અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યાર રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

પાટણમાં રવિવારે કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ થતાં સત્યાગ્રહ કરી વિરોધમાં દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. જેને લઈ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ રેલવે ગરનાળા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકશાહી બચાવો દેશ બચાવો ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ-ના નારા લગાવાયા હતા. સૂત્રોચ્ચાર કરતા પોલીસે 25થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધપરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અશ્વિન પટેલ સહિત કોગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવા મામલે વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજઘાટ પર ધરણા પર બેઠા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સત્યાગ્રહમાં સામેલ છે. જો કે દિલ્હી પોલીસે રાજઘાટ પર સત્યાગ્રહની પરવાનગી આપી નથી. કોંગ્રેસના કાર્યકરો દિલ્હી સહિત દેશભરમાં રાજ્ય અને જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શન કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટનો બાયો બદલીને ‘Disqualified MP’ લખી દીધું છે. કોંગ્રેસ રાહુલ ગાંધીના સમર્થનમાં આજે રાજઘાટ પર એક દિવસીય સત્યાગ્રહ કરી રહી છે. આ સત્યાગ્રહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જગદીશ ટાઈટલર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024