Agriculture bill
દિલ્હીમાં ખેડૂતો લાખોની સંખ્યામાં ભેગા થઈને કૃષિ બિલ (Agriculture bill)નો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો બિલ પરત ખેચવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે હવે કૉંગ્રેસ પણ આ વિરોધમાં જોડાયું છે.

આ બિલને લઇ અમદાવાદ જિલ્લા કૉંગ્રેસ દ્વારા આજે ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આટલી મોટી ઘટનાનો વિરોધ કરવા માટે કૉંગ્રેસના માત્ર 10-12 કાર્યકરો જ હાજર રહ્યા હતા. આ કાર્યકરોએ મીડિયાના કેમેરા સામે વિરોધ પ્રદર્શનની હજુ તો શરૂઆત જ કરી હતી ત્યાં પોલીસે તેમની અટકાયત કરી.

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર સુપ્રીમકોર્ટે પ્રતિબંધ લગાવ્યો
કૃષિ બિલના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો દિવસ છે. આ મુદ્દે ગુરુવારે ખેડ઼ૂતોની કેન્દ્ર સરકાર સાથે બીજી વખત વાતચીત થઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ મંત્રી પીયુષ ગોયલ ખેડૂતો સાથે વાત કરી હતી. ત્યારબાદ હવે 5 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ફરી વાતચીત થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.