BJP – Congress

રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ગઢડા બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

ગઢા મતવિસ્તારના કોંગ્રેસના બે નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં ભાજપની તાકાત વધી છે.

તમને જણાવી દઈએ કે આજે ધોળા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલય પ્રસંગે ભાણજીભાઈ સોસા અને મહિલા આગેવાન ભારતીબેન ભીંગરડીયા ગોરધન ઝડફિયાના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા.

નોંધનીય છે કે ભારતીબેન ભીંગરડીયા આ વિસ્તારનાં એક જાણીતાં મહિલા આગેવાન છે અને તેમની સાથે અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

ભાણજીભાઈ સોસા પણ ગુજરાત સરકારના ભૂતપૂર્વ અધિકારી છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (GAS) કેડરના અધિકારી રહી ચૂકેલા સોસા ભાવનગર જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન છે.

તમને જણાવી દઈએ કે સોસા કોંગ્રેસમાંથી ગઢડા બેઠક પર ટિકિટ માટેના પ્રથમ હરોળના દાવેદાર હતા. સોસાના જોડાવાથી કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024