કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સૌથી અગત્યનો અને સરળ ઉપાય ફેસ માસ્ક છે

ત્યારે ફરજીયાત માસ્ક પહેરવા અંગે મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી.

પાટણ શહેરના શાકભાજી માર્કેટ, પોસ્ટ ઑફિસ વિસ્તાર, જુના ગંજ, બુકડી અને લીલીવાડી ચોકડી જેવા વિવિધ વિસ્તારોમાં તાલુકા આરોગ્ય અધિકારી તથા ચીફ ઑફિસર સહિતના અધિકારીશ્રીઓને સાથે રાખી મદદનીશ કલેક્ટરશ્ર દ્વારા યોજવામાં આવેલી.

આ માસ્ક ડ્રાઈવમાં નાગરીકોને માસ્કના ફરજીયાત ઉપયોગ અંગે જાગૃત કરવામાં આવ્યા. શાકભાજીના વેપારીઓ, દુકાનદારો તથા બસ સ્ટેશન પરના મુસાફરો સહિતના નાગરીકોને માસ્કના ફાયદા સમજાવી તેના ફરજીયાત ઉપયોગ અંગે સમજૂતી આપવામાં આવી.

આ સાથે જે લોકોએ માસ્ક ન પહેર્યા હોય તેમને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024