jail

  • ગુજરાતની સૌથી મોટી મધ્યસ્થ જેલ સાબરમતી જેલ (jail) છે.
  • જો કે, સાબરમતી જેલમાં કોઈ જેલતંત્રની પરવાનગી વગર ન તો અંદર આવી શકે છે ન તો કોઈ બહાર જઈ શકે છે.
  • તો છેલ્લા એક વરસમાં જેટલી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી તેમાં જાણે ખુદ વાડે જ ચીભડા ગળ્યા હોય તેવી પરિસ્થિતિ છે.
  • ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી જેલ (jail) માં હવે મોબાઈલ, ડ્રગ્સ જેવા પ્રતિબંધિત સામાન મળવા હવે સામાન્ય બાબત બની ગઈ છે.
  • જો કે, વરસોથી આ જ પ્રકારની પ્રવૃત્તિ છતાંય તંત્ર તેને રોકવામાં સદતંર નિષ્ફળ ગયુ છે.
  • તો દસ દિવસમાં બીજી વખત જેલ (jail) ના સુરક્ષાકર્મી પાસેથી મોબાઈલ ઝડપાયો છે.
  • ગેરકાયદસર રીતે મોબાઈલ સાથે પ્રવેશ કરતા SRP ગ્રુપના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સોલંકી પાસેથી મોબાઈલ અને તમાકુ ઝડપાયો છે.
  • તેજપાલ પોતાની પીઠ પર સેલોટેપ વડે મોબાઈલ ચોંટાડી જેલ (jail) મા લઈ જઈ રહ્યો હતો તે વખતે ચેકિંગ દરમિયાન આ મોબાઈલ ઝડપાયો છે.
  • ગોધરા એસઆરપી ગ્રુપના કોન્સ્ટેબલ તેજપાલસિહ સોલંકી સંવેદનશીલ 200 ખોલી પાસે બહાર ફરજ બજાવે છે.
  • તેની આવી કરતૂત વિરુદ્ધ રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ અમદાવાદ SOG ને સોંપી છે.
  • એસઆરપી કોન્સ્ટેબલ તેજપાલસિંહે પોતાની પીઠની પાછળ સેલોટેપથી એક એન્ડ્રોંઈડ ફોન ચોટાડી દીધો હતો
  • તથા તેના ખિસ્સામાંથી 11 બુધાલાલની પડીકી મળી આવી હતી.
  • તેમજ જેની પ્રાથમિક તપાસમાં આ મોબાઈલનો ઉપયોગ કેદીઓ કરતા હતા.
  • તથા મોબાઈલનુ રજિસ્ટ્રેશન અન્ય કોઈ વ્યક્તિના નામે થયુ હતુ..
  • તેથી પોલીસે મોબાઈલ નંબરની કોલડિટેલના આધારે કેટલા આરોપી આ મોબાઈલ વાપરતા હતા તેની તપાસ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024