મહેસાણા-અમદાવાદ હાઇવે સ્થિત વોટરપાર્ક માં કોંગ્રેસ ની ચિંતન શિબિર.
આગામી ગુજરાત ના બજેટ ને ધ્યાન માં રાખી ચિંતન શિબિર.
ગુજરાત કોંગ્રેસ આગેવાનો ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ ધારાસભ્યો નું ચિંતન.
ખેડૂતો,બેરોજગારી, ભરતી કૌભાંડ જેવા અનેક મુદ્દે ચિંતન શિબિર માં ચર્ચા.
બજેટ સત્ર માં સરકાર ને ઘેરવા કોંગ્રેસ ની ચિંતન બેઠક.
મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર મહેસાણા નજીક આવેલા વોટરપાર્ક માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત કોંગ્રેસ ના ધારાસભ્યો ની ચિંતન શિબિર યોજવા માં આવી.
ગુજરાત સરકાર ના આગામી બજેટ સત્ર ને ધ્યાન માં રાખી ગુજરાત કોંગ્રેસ ના તમામ ધારાસભ્યો માટે આયોજિત ચિંતન શિબિર માં ગુજરાત સરકાર ને બજેટ સત્ર માં ઘેરવા વ્યૂહરચના ઘડવા કોંગ્રેસ ધારાસભ્યો સાથે બેઠક આયોજિત કરાઈ .
સવારે 10 વાગ્યા થી શરૂ થયેલી કોંગ્રેસ ધારાસભ્યો ની ચિંતન શિબિર સાંજે 6 વાગ્યા સુધી ચાલવા ની સંભાવના છે ત્યારે, ખેડૂતો ના પ્રશ્નો, બેરોજગારી, સરકારી નોકરીઓમાં ભરતી કૌભાંડ સહિત ના મહત્વ ના મુદ્દા ઉપર કોંગ્રેસ ધારાસભ્યો એ વરિષ્ઠ આગેવાનો ની ઉપસ્થિતી માં ચિંતન કર્યું છે અને આગામી બજેટ માં આજ મુદ્દે ગુજરાત સરકાર ને કોંગ્રેસ ઘેરી શકે છે.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ