બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ઇન્ચાર્જ વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા ની બદલી દસ્ક્રોઈ ના એસડીએમ તરીકે નિમણૂક થતા વિદાય સમારંભ યોજાયો હતો
જિલ્લા પુરવઠા અધિકારી ચાવડાની વિદાય પ્રસંગે જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા વિદાય સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે જિલ્લા એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને સાલ/ પાઘડી/તલવાર/ મોમેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
પ્રમુખ નિલેશભાઈ મોદી એ પ્રાસંગીક ઉદબોધન કરેલ. મેવાભાઈએ વિદાય પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરેલ. આભારવિધિ જિલ્લા એફ પી એસ એસોસિએશન મહામંત્રી કેશરસિંહ બાપુએ કરેલ. આ પ્રસંગે જિલ્લા ના પુરવઠા ઓફીસ અધિકારીગણ તાલુકા પુરવઠા મામલતદારઓ, ગોડાઉન મેનેજરઓ , ડોરશોપ કોન્ટ્રાકટર, જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશન હોદ્દેદાર તાલુકા પ્રમુખ/મહામંત્રી તેમજ હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા.
બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી એ જિલ્લા ના તમામ FPS દુકાનદાર ની કોરોના સમય ની કામગીરી ને બિરદાવી હતી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી