- કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારના રેપ વાળા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દરેક પાર્ટીના નેતાઓ, રમેશ કુમારના આ નિવેદનને શર્મનાક ગણાવ્યુ છે. દિલ્હીની એક NGOએ નિવેદન સામે ફરિયાદ પણ દાખલ કરાવેલ છે. BJP નેતાઓ દ્વારા સાંસદ કે.આર. રમેશ કુમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.સ્મૃતિ ઈરાની તથા જયા બચ્ચન સહિત અન્ય મહિલા નેતાઓએ પણ આ નિવેદન સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું – ‘’જ્યારે રેપ થવાનો જ છે તો, પડ્યા રહો અને મજા લો.” તેમના આ વિવાદ સર્જનાર નિવેદનની ઘણાં નેતાઓ તરફથી ટીકા કરવામાં આવી હતી.
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે – ‘’વિધાનસભા જે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવાનો સંકલ્પ કરે છે, તેની સામે કોંગ્રેસ નેતાએ જે નિવેદન આપ્યું છે તે ખૂબ શર્મનાક છે”. કોંગ્રેસનું – નેતૃત્વ જે યુપીમાં કહે છે કે,- ‘લડકી હું, લડ શકતી હું’ તે નારેબાજી કરવાની જગ્યાએ પહેલા તેમના આ નેતાને તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનું કાર્ય કરે.
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પણ કહ્યું હતું કે – ‘આ શર્મનાક હરકત છે. આવા લોકો સામે પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ.આવી માનસિકતાવાળા લોકો ગૃહમાં હશે તો પરિવર્તન ક્યાંથી આવશે? આપણે આવા લોકોને સખ્ત સજા અપાવીને ઉદાહરણ પૂરું પડવું જોઈએ.
ભાજપ સાંસદ અનિલ બલૂનીએ પણ આ ઘટના સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કે – કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે કે તેઓ મહિલાઓ અંગે લાગાતાર આવા નિવેદનો આપતા હોય છે.
આ ઘટનાના સંદર્ભમાં BJP સાંસદ જગદંબિકા પાલ , કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષી તથા અન્ય નેતાઓ તરફથી પણ રોસ વ્યક્ત કરવાં આવ્યો હતો.
વિવાદ બાદ રમેશ કુમારે માંગી માફી : ધારાસભ્ય કે.આર. રમેશ કુમારે દુષ્કર્મ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ તે અંગે માફી માંગી છે. રમેશ કુમારે સોશિયલ મીડિયા થકી માફી માગતા કહ્યું કે – ‘તેમને આવું નિવેદન કરવાનો હેતુ ના હતો’. આ સાથે તેમને ટ્વિટ કર્યું છે કે – ‘હવે હું મારા શબ્દોની પસંદગી ખૂબ ધ્યાનથી કરીશ.’ ‘ગૃહમાં રેપ અંગે કરવામાં આવેલી અભદ્ર ટીપ્પણી માટે માફી માંગુ છું’. મારો હેતુ ખોટો ના હતો.