• જૉબ સાથે કિચનમાં તમારી પસન્દગીની ડીશ બનાવવી પણ થાકવાળો કામ લાગે છે. ખાસ કરીને વર્કિન ડેઝ પર.
  • ખાસ કરીને જ્યારે વાત ટિફિન તૈયાર કરવાની હોય અને ટાઈમ ઓછો હોય તો.. જો તમે પણ વર્કિંગ વુમેન છો અને આ પરેશાનીનો સામનો રોજ કરો છો તો આ ટિપ્સ તમારે માટે જ છે…
  • શાકભાજી બનાવવી નહી લાગે બેકાર કામ:
  • સવારે ઓફિસ જવાની જલ્દીમાં સૌથી વધુ સમય લાગે છે. શાકભાજીને કાપવા છોલવામાં. તમે વીકેંડ પર આ તૈયારી પણ કરી શકો છો. 

ડુંગળી ફ્રાઈ કરવાનુ ટેંશન:-

  • મોટાભાગની રેસીપીઝમાં આપણે ડુંગળીને સોનેરી થતા સુધી સેકીએ છીએ. તેનાથી કુકિંગમાં વધુ સમય લાગે છે. આ માટે પહેલા થી જ એક સાથે ડુંગળીને સેકીની મુકી રાખશો તો તમને સરળ રહેશે. તેને એયરટાઈટ બોક્સમાં સ્ટોર કરીને ફ્રિઝમાં મુકી રાખો.
  • આવી રીતે ચમકાવો એલ્યૂમિનિયમ્સ ના વાસણ :
  • આજકાલ તો પેકેટ્સમાં પણ સ્પ્રાઉટ્સ મળવા લાગ્યા છે. પણ આ બે મિનિટનુ કામ તમે ઘરે જ સહેલાઈથી કરી શકો છો.
  • તમારી પસંદગીના બીન્સ જેવા કે મગ, ચણાને અંકુરિત કરી લો અને ફ્રીઝરમાં સ્ટોર કરી મુકી રાખો. જ્યારે પણ સમય ઓછો હોય અને ભૂક લાગે તો તેના દ્વારા હેલ્દી સ્નેક્સ તૈયાર કરી શકો છો.
  • મોટાભાગની રેસીપિઝ માટે ડુંગળી, આદુ, લસણ, ટામેટાની પ્યુરી અને સોસની જરૂર ખૂબ પડે છે. દરેક વખત જુદી પ્યુરી બનાવવામાં તમારો સમય ખૂબ બરબાદ થાય છે. જો તમને થોડો સમય મળે ત્યારે ડુંગળી, ટામેટા, આદુ, લસણને વાટીને તેની પ્યુરી બનાવીને ફ્રીઝમં મુકી રાખશો તો આ ખૂબ જ સારુ રહેશે. 
  • જો તેનો સામાન ન હોય તો બજારમાં મળનારી રેડિમેડ પ્યુરી લાવીને ફ્રિજમાં મુકી શકો છો.
  • રોટલી બનાવવી લાગશે ચપટીનુ કામ:
  • લોટ બાંધવો મોટાભાગની સ્ત્રીઓને ખૂબ જ ઉબાઉ કામ લાગે છે. તેથી 2 દિવસનો લોટ એક જ સાથે બાંધીને ફ્રિજમાં મુકી રાખો. સવારે તમારો ખૂબ સમય બચશે. હા પણ રોટલી બનાવવાના એક કલાક પહેલા લોટ ફ્રિજમાંથી કાઢી લો. જેથી રોટલી મુલાયમ બને.
  • સાઉથ ઈંડિયન ડિશેજના શોખીન છો તો..
  • જો તમને સાઉથ ઈંડિયન ફૂડ પસંદ છે તો ઈડલી અને ઢોસાનુ મિશ્રણ પહેલા જ તૈયાર કરી લો. તેને તમે 2-3 દિવસ સુધી આરામથી ઉપયોગમાં લઈ શકો છો. નાસ્તો હોય કે ટિફિન તૈયાર કરવાનુ હોય આનાથી બેસ્ટ ઓપ્શન બીજુ કોઈ નહી મળે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024