Corona aid was paid in Patan district.
  • મૃતક સ્વજનના પરિવારજનો ને સહાયની રકમ સીધી તેમનાં બેક એકાઉન્ટ માં જમા આપવામાં આવી..

પાટણ જીલામાં કોરોના સહાયના 77 લાભાર્થીઓને સોમવારના રોજ રૂપિયા 38,50,000 ની રકમ ચૂકવવા માં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામા કોરોના ની મહામારી નાં કપરા સમયમાં મૃત્યુ પામેલા સ્વજનો નાં પરિવારજનોને સરકાર દ્વારા મૃત સહાય આપવાનો નિર્ણય કરાયો હતો જેને ધ્યાનમાં કોરોના મૃતકોના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા જેમાં સોમવાર ના પાટણ જિલ્લાના 77 સ્વજનો નાં પરિવારના ખાતામાં dbt મારફતે રૂ.38,50,000 ની સહાય રકમ ચુકવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી પચાસ હજારની સહાય અંતર્ગત સહાય ની રકમ સીધી અરજદારોના ખાતામાં જમા કરવામાં આવી રહી છે.જે સહાયના ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મ જમા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાટણ જીલા આરોગ્ય વિભાગ દ્વારા આવા 128 મૃતકોની યાદી પૈકીના 77 અરજદારોને સોમવારના રોજ રૂપિયા 38,50,000 સહાય ની રકમ ચૂકવવામાં આવી છે.તેમજ કોરોના સહાય માટેની પ્રક્રિયા માટે જીલા વહીવટીતંત્ર દ્વારા રજાના દિવસોમાં કામગીરી કરી અરજદારોને સહાયની રકમની ચૂકવણી પુરી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

આ સહાય ચુકવણી બાબતે પાટણ મદદનીશ કલેક્ટર એન.ડી.પરમારે જણાવ્યું હતું કે કોવિડ 19 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પચાસ હજારની સહાય ની જાહેરાત અને રાજ્ય આરોગ્ય મંત્રી બ્રિજેશ મેરજા એ કોવિડ મૃત્યુના કિસ્સામાં સંવેદનશીલ નિર્ણય લેતાં કોવિડની સહાયના કિસ્સામાં અરજદારોને ઘણી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024