ગાંધીનગર શહેરમા (Gandhinagar)દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે (Infocity Police) પકડી પાડ્યા છે. શહેરના સરગાસણ સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલામાં 9 યુવતી અને 4 યુવકો મળીની ધરપકડ કરવામાં આવી હતી.
- જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા હતા
ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે સરગાસણ સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માંથી દારૂની પાર્ટી ઝડપી પાડી હતી. પોલીસે ત્યાં પહોંચીને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે, સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.
- દારૂની બોટલો પણ કબજે કરી
પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યુ છે. તેઓ હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
- તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી
આ ઉપરાંત જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ