Corona Case Patan Gujarat

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જેની સામે 45 દર્દીઓ સાજા થયા છે.

પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ

રાજ્યમાં કોરોના વાયરસ (Corona) ફરી સક્રિય થતાં પાટણ જિલ્લામાં પણ પ્રથમ કેસ નોંધાયો છે.જિલ્લામાં પાટણના ખારી વાવડી ગામની મહિલાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બની સેમ્પલ લેવાની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ પાટણના ખારી વાવડી ગામે રહેતા 40 વર્ષના મહિલા શરદી ખાંસી અને તાવ જેવી બીમારીમાં સફળતા સારવાર માટે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. શારીરિક લક્ષણો જોતા કોરોના શંકાસ્પદ તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.

જેનો શનિવારે સાંજે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો પ્રવેશ થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ માર્ચ મહિનામાં જ કોરોના કેસમાં પીક આવિ હોય આ વખતે જિલ્લામાં પ્રથમ કેસ માર્ચ મહિનામાં નોંધાયો છે. સતત કેસ વધવાની સંભાવનાને લઈ જિલ્લામાં સંક્રમણ રોકવા વધુમાં વધુ સેમ્પલ લેવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.તેવું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 83 કેસ

કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 84 કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 21 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 19 નવા કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. સુરતમાં 12 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 8 નવા કેસ સામે આવ્યા છે. વડોદરામાં 5 નવા કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 4 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં પણ 4 નવા કેસ સામે આવ્યા છે. આણંદ, પોરબંદર, જુનાગઢમાં 2-2 કેસ નોંધાયા છે. ભરૂચ, ખેડા, મોરબી અને પાટણમાં 1-1 કેસ સામે આવ્યા છે.

રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024