રાજકોટ : જુગારમાં પુત્ર રૂપિયા હારી જતા પિતાનું અપહરણ

પોસ્ટ કેવી લાગી?

રાજકોટના ઉપલેટા શહેરમાં ઓનલાઈન જુગારમાં પુત્ર રૂપિયા 5 લાખ હારી જતા ઓનલાઈન જુગારનું નેટવર્ક ચલાવતા જુગારીયાઓએ પિતાનું અપહરણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે.

વાત કરીએ ઉપલેટાના ત્રાંબડીયા ચોક,આદર્શ શેરી વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા રતિભાઈ જીવણભાઈ માણાવદરીયા નામના પટેલનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું.પુત્ર કેવિન ઓનલાઈન જુગારમાં રૂપિયા 5 લાખ ઓનલાઈન જુગારમાં હારી જતા જુગારમાં હારેલ પુત્ર પાસેના રૂપિયાની ઉઘરાણીમાં પિતાનું અપહરણ કરવામાં આવ્યુ હતું.જૂનાગઢ અને ઉપલેટાના ત્રણ અપહરણ કર્તાઓ જુગારમાં હારી ગયેલ પુત્રના રૂપિયાની ઉઘરાણી બાબતે પિતાને ફોન કરીને ઉપલેટા પશુદવાખાના પાસે બોલાવીને કાળા કલરની કારમાં ઉઠાવી ગયા હતા.

અને જેતપુર તરફ કાર હંકારી મૂકી હતી બાદમાં તેમને ગાળાગાળી કરી માર મારીને પોરબંદર નેશનલ હાઈવે પર સુપેડી ગામે હોટલ પાસે છોડી મૂકવામાં આવતા અપહરણનો ભોગ બનેલ રતિભાઈ માણાવદરીયાએ ઉપલેટા પોલીસમાં ઉપલેટાના ભૌતિક કમલેશભાઈ ભારાઈ,જૂનાગઢનો વિવેક અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.જેમને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.ઓનલાઈન જુગારના નેટવર્કમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.આ સાથે જ બેફામ બનેલ અપહરણ કર્તાઓએ પોલીસને પણ પડકાર ફેંક્યો છે.ત્યારે અનેક સવાલો ઉઠવા પામ્યા છે …

રોહિત ડોડીયા-ડીવાયએસપી-જેતપુર

વીઓ:-રાજકોટ જિલ્લામાં ઘણા શહેરો અને ગામોમાં યંત્રના નામે ચાલતા ઓનલાઈન જુગારના હાટડા હજુ પોલીસ બંધ કરાવી શકી નથી.ત્યાંજ અપહરણના આ બનાવમાં વધુ એક ઓનલાઈન જુગારના નેટવર્કનો પર્દાફાશ થવા પામ્યો છે.આ સાથે જ અપહરણ કર્તાએ જુગારના નાણાની પઠાણી ઉઘરાણીને લઈને ઓડીયો ક્લિપ સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે….

રતિભાઈ પટેલ-અપહરણનો ભોગ બનનારના પિતા-ઉપલેટા

▪️કેમ બન્યા છે ઓનલાઈન જુગારનું નેટવર્ક ચલાવતા જુગારીયાઓ બેફામ..

▪️ઓનલાઈન જુગારધામ ચલાવીને જુગારીયાઓ બરબાદ કરી રહ્યા છે યુવાનને…

▪️ઉધારીમાં ઓનલાઈન જુગાર રમાડીને પછી નાણાની કરી રહ્યા છે પઠાણી ઉઘરાણી ..

▪️ઓનલાઈન જુગાર ધામથીથ કેમ છે પોલીસ છે અજાણ …

▪️ઓનલાઈન જુગારના નાણાની ઓનલાઈન લેવડદેવડ પર કેમ સરકારની નથી નજર ..

▪️શુ ઓનલાઈન જુગારનું નેટવર્ક દુબઈ સુધી ફેલાયેલ છે સહિતના ઉઠ્યા સવાલો.

અહેવાલ : વિમલ સોંદરવા, ધોરાજી

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures