Corona treatment rates
અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દર(Corona treatment rates) માં ઘટાડો કરવામાં આવ્યો છે. AMCએ ભાવમાં ઘટાડો કરીને નવો ભાવ જાહેર કર્યો છે. AMC અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા ચાર્જ કરાયો છે.
આવતીકાલે સવારથી આ નવા દર લાગૂ થશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા આ જાહેરાત કરાઈ છે. આ જાહેરાતથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને મોટી રાહત થશે.
આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો
AMC અને પ્રાઈવેટ બેડ ધરાવતી હોસ્પિટલોના નવા દર મુજબ ICU વિનાના વેન્ટિલેટરના 16,200 રૂપિયા, ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા, વેન્ટિલેટર વગરના ICUના 14,400 રૂપિયા, વેન્ટિલેટર સાથેના ICUના 17,500 રૂપિયા અને હોસ્પિટલમાં HDUના 10,000 રૂપિયા કરાયા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.