Hansalpur

Hansalpur

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહેલા માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન SIRના સમગ્ર વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ્ડ સિટીના શ્રેષ્ઠ મોડેલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના ૮ અને મહેસાણાના ૧ એમ કુલ ૯ ગામોના વિસ્તારોને આવરી લેતા માંડલ-બહુચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂ. પ૪૪ લાખના ખર્ચે હાંસલપૂર (Hansalpur) માં નવનિર્મિત વહિવટી ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું.

Hansalpur

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રૂ. ર૦૦ કરોડના ખર્ચે અદ્યતન રોડ અને સુઆયોજિત વિકાસ માટે ટી.પી પણ ફાયનલ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ સાથે આ સમગ્ર SIR ક્ષેત્રને વિકાસની હરણફાળ ભરાવવાની આપણી મનસા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧રમાં આ વિસ્તારને SIR તરીકે ડેવલપ કરવાની દુરદર્શીતા દર્શાવીને જે પહેલ કરી હતી તે આજે ઓટોમોબાઇલ હબ તરીકે સફળતાપૂર્વક વિસ્તરી છે. મારૂતિ સુઝૂકી, હોન્ડા સહિત અનેક મોટરકાર ઉત્પાદકોએ પોતાના પ્લાન્ટ અહિ શરૂ કરવા માટે પસંદગી ઉતારી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતમાં નિર્ણાયક અને પારદર્શી સરકાર તરીકે કાર્યરત રહિને આપણે વિકાસની ગતિ ઝડપી થાય તેવો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વર્તમાન સ્થિતીમાં જે ઊદ્યોગો ચાયનાથી અન્યત્ર રિલોકેટ થવા ઇચ્છે છે તેમના માટે ભારત અને ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાંય વિશેષત: આ માંડલ બેચરાજી SIR શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી બધી જ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીયે.

આ પણ જુઓ : મેડિકલ ક્ષેત્રે લેવાયેલ નિર્ણયના વિરોધમાં આજે ડૉકટરોની હડતાળ

આ માંડલ બેચરાજી SIR ઉપરાંત દહેજમાં PCPIR, ધોલેરામાં SIR વિકસાવ્યા છે. એટલું જ નહિ, અંકલેશ્વર, અમદાવાદ વગેરેમાં નવા ફાર્મા પાર્ક આવી રહ્યા છે અને ગુજરાત વાસ્તવિક રૂપમાં લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની વિકાસ સાથે રોજગારીના પણ નવા નવા અવસરો પૂરા પાડનારૂં અગ્રીમ રાજ્ય બન્યું છે એમ તેમણે ગૌરવ સહ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ડેવલપમેન્ટ ઓથોરિટીનું આ નવું વિહવટીભવન માંડલ બેચરાજી SIRમાં સમાવિષ્ટ ૯ ગામો તથા ઊદ્યોગો માટે વિવિધ પરવાનગીઓ, મંજૂરીઓ, પ્રશ્નોના નિવારણની સ્થળ પર જ સુવિધા આપનારૂં બનશે અને જિલ્લા સ્તરે લોકોને આવવું નહિ પડે તેવી અપેક્ષા પણ આ વેળાએ વ્યકત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના કુલ FDIના 52% રોકાણ મેળવી ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે હવે આપણે GIDC વસાહતોના માધ્યમથી વોકલ ફોર લોકલ અન્વયે ‘વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ’ની નેમ સાકાર કરવી છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના દરેક જિલ્લાની કોઇને કોઇ આગવી ઓળખ છે મોરબીના સેનેટરીવેર, પાટણનો પટોળા ઊદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ, ભાવનગરમાં અલંગ શિપબ્રેકીંગ, અંકલેશ્વર-ભરૂચના કેમિકલ ઝોન વગેરેને ફોકસ કરીને આ વિસ્તારોમાંથી Exportને વેગ મળે, અન્ય લોકો ધંધા-વ્યવસાય, ખરીદી માટે અહિં આવે અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ સાથે મહત્તમ રોજગારી-રોજીરોટી મળે તેવો આપણો ધ્યેય છે.

આ પણ જુઓ : સુરત તાપી નદીમાં એક જ પરિવારના 3 બાળકો ડૂબી જતા મોત

આ ઇ-લોકાર્પણ અવસરે સુરેન્દ્રનગરના સાંસદ શ્રી મહેન્દ્ર મૂંજપરા, વિરમગામના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી તેજશ્રીબહેન પટેલે પ્રાસંગિક વકતવ્યોમાં આ સમગ્ર પટ્ટાની આર્થિક, સામાજિક કાયાપલટ માટે, SIR અને નવું વહિવટી ભવન ઉપયુકત બનશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
પ્રારંભમાં માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO અને સચિવ શ્રી હારિત શુકલાએ સૌનું સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીના અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા આ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી એમ. કે. દાસ અને પદાધિકારીઓ, અધિકારીઓ આ ઇ-લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.