Corona vaccination campaign
અમેરિકામાં સોમવારથી વેક્સિન લગાવવાનું અભિયાન (Corona vaccination campaign) શરૂ કરવામાં આવ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, પ્રથમ વેક્સિન લગાવવામાં આવી. અમેરિકાને શુભેચ્છા, વિશ્વને શુભકામના. ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને સોમવારે સવારે ફાઇઝર-બાયોએનટેકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આગામી વર્ષે એપ્રિલ સુધી અમેરિકાના લગભગ 10 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા
First Vaccine Administered. Congratulations USA! Congratulations WORLD!
— Donald J. Trump (@realDonaldTrump) December 14, 2020
અમેરિકી ઔષધિ નિયામકે રસીના ઉપયોગની શુક્રવારે મંજૂરી આપી હતી. આગામી સપ્તાહ સુધી કુલ 636 હોસ્પિટલો અને ક્લીનિકોમાં રસીના ડોઝ પહોંચાડી દેવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.