Corona vaccine
સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કોરોનાની વેક્સિન (Corona vaccine) ને રશિયાને મોટી સફળતા મળી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને મંગળવારે જાહેરાત કરી કે દેશમાં તૈયાર કરેલી કોરોના વાયરસની વેક્સીનને હેલ્થ મિનિસ્ટ્રીની મંજૂરી મળી ગઈ છે.
આ વેક્સિનને રશિયાની ગામેલ્યા ઇન્સ્ટીટ્યૂટે બનાવી છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયામાં જલદી આ વેક્સિન (Corona vaccine) નું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ફિલીપિન્સના રાષ્ટ્રપતિએ પણ રશિયાની કોરોના વેક્સિન પર ભરોસો વ્યક્ત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે રશિયાએ ખુદ કહ્યું છે કે ઉત્પાદનની સાથે સાથે વેક્સિનના ફેઝ-3નો ક્લિનિકલ ટ્રાયલ ચાલું રહેશે.
જોકે વેક્સીન (Corona vaccine) નું હ્યુમન ટ્રાયલ ફક્ત 2 મહિનામાં પતાવી દેતા વિશ્વ સ્વાસ્થ સંગઠને (WHO)શંકા વ્યક્ત કરી છે. રશિયાના હેલ્થ મિનિસ્ટરે પહેલા જ ઓક્ટોબર મહિનામાં માસ વેક્સીનેશન શરૂ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.
રશિયાએ પ્લાન કર્યો છે કે Corona vaccine સૌથી પહેલા હેલ્થ વેકર્સને આપવામાં આવશે. આ પછી ઘરડા લોકોને આપવામાં આવશે. મોસ્કોએ ઘણા દેશોને પણ વેક્સીન સપ્લાઇ કરવાની વાત કરી છે. રશિયાનું કહેવું છે કે તે પોતાની વેક્સીનનું મોટા પાયે ઉત્પાદન સપ્ટેમ્બરથી શરૂ કરી શકે છે.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ સંવાદદાતાઓને વાતચીતમાં કહ્યું હતુ કે વેક્સિન નિ:શુલ્ક હશે અને સૌથી પહેલા આ ડૉક્ટરો અને શિક્ષકોને આપવામાં આવશે. રિસચર્સનો દાવો છે કે વેક્સીનમાં જે પાર્ટિકલ્સ યૂઝ થયા છે. તે પોતાને રેપ્લિકેટ (કોપી) કરી શકતા નથી. મળેલી જાણકારી પ્રમાણે રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં સામેલ ઘણા લોકોએ પોતાને વેક્સીનના ડોઝ આપ્યા છે.
કેટલાક લોકોને વેક્સીનનો ડોઝ આપ્યા પછી તાવ આવી શકે છે. જેના માટે પેરાસિટામોલના ઉપયોગની સલાહ આપવામાં આવી છે. જોકે રશિયાએ ઉતાવળ કરતા તેના વિરોધમાં ઘણી મોટા ફાર્મા કંપનીઓ સામે આવી છે.
સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશકોને લખેલી ચિઠ્ઠીમાં એસોસિયેશન ઓફ ક્લિનિકલ ટ્રાયલ્સ આર્ગેનાઇઝેશને જણવ્યું કે અત્યાર સુધી 100થી ઓછા લોકોને ડોઝ આપવામાં આવ્યો છે. મોટા પાયે તેનો ઉપયોગ ખતરનાક બની શકે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow