તારીખ 3/1/2022 થી 15 થી18 વર્ષ ના બાળકો નું રસીકરણ શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત તારીખ 3/1/2021 અને તારીખ 4/1/2022 ના રોજ ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમામ વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી જેમાં ચાણસ્મા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિક્રમભાઈ જે સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણ વિશે સમજ આપવા માં આવેલ.
ત્યારબાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું આ સમયે કોલેજના આચાર્ય આર.એન. દેસાઈ, આઇ.ટી.આઇ.કોલેજ ના પ્રિન્સિપાલ બાબુભાઈ પટેલ અને યોગેશભાઈ પ્રજાપતિ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બ્રાહ્મણવાડા ના હેલ્થ સુપરવાઇઝર હર્ષદભાઈ પ્રજાપતિ ,આરોગ્ય કર્મચારી જગદીશભાઈ સિંધવ શ્રીમતી સંગીતાબેન ચૌધરી તેમજ આશા બેનો અને અન્ય આરોગ્ય સ્ટાફ તથા કોલેજના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
આજે કોલેજની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને તેમની સુખાકારી જળવાય એ માટે કોરોના વેકસિનનો પહેલો ડોજ આપવામાં આવ્યો હતો.
