પાટણ : COVID19 નેગેટીવ આવતાં ધારપુર હોસ્પિટલ ખાતેથી ૨૪ કલાકમાં ૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

COVID19 નેગેટીવ આવતાં ધારપુર હોસ્પિટલ ખાતેથી ૨૪ કલાકમાં ૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

  • નેદ્રા ગામની ૫૩ વર્ષિય મહિલાએ એક મહિનાની લડત બાદ કોરોના વાયરસ ડિસીઝને મ્હાત આપી, હવે જિલ્લામાં માત્ર ૦૬ દર્દીઓ સારવાર હેઠળ
  • COVID19 ટેસ્ટ નેગેટીવ આવતાં તા.૦૭ મેના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવેલા પાંચ દર્દીઓ મળી ૨૪ કલાકમાં કુલ ૦૬ દર્દીઓને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે પૈકી સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામની ૫૩ વર્ષિય મહિલાએ એક મહિનાની લડત બાદ કોરોના વાયરસ ડિસીઝને મ્હાત આપી છે. સારવાર બાદ COVID19 ટેસ્ટ નેગેટીવ આવતાં આ મહિલાને હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
  • નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ વચ્ચે સિદ્ધપુરની તમન્ના સોસાયટી ખાતે મુંબઈથી આવેલા શખ્સ અને તેના સંપર્કમાં આવેલા નેદ્રા ગામના ૧૨ વ્યક્તિઓનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવતાં ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૫૩ વર્ષિય મહિલાને ગત તા.૦૮ એપ્રિલના રોજ દાખલ કરવામાં આવી હતી. ધારપુર જનરલ હોસ્પિટલના સ્ટાફની જહેમત અને એક મહિનાની સારવાર બાદ COVID19 ટેસ્ટ નેગેટીવ આવતાં આ મહિલાને હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
  • ગત તા.૦૭ મેના રોજ નેદ્રા ગામના ૦૩ પુરૂષ અને ૦૧ મહિલા દર્દી તથા ઉમરૂ ગામના ૦૧ પુરૂષનો COVID19 ટેસ્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવાની સાથે ૨૪ કલાકમાં નેદ્રા ગામની મહિલા સહિત કુલ ૦૬ દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલા COVID19 પોઝીટીવ કેસ પૈકી હાલ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે COVID19ના માત્ર ૦૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here