ઉત્તર પ્રદેશ સરકાર (Yogi government)ના સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અતુલ ગર્ગનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. યોગી સરકાર (Yogi government)ના કેટલાય મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.ઉપરાંત તેમાંથી બે મંત્રીઓ કમલ રાની વરૂણ અને ચેતન ચૌહાણના કોરોનાથી મોત નીપજ્યા છે. આ પહેલા યોગી સરકારના કુલ આઠ મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.
આ પણ જુઓ : Samsung લાવી રહ્યું છે Galaxy S20 FE 5G, આ છે ફીચર્સ
એમા સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, આયુષ રાજ્યમંત્રી ધરમ સિંહ સોની, ગ્રામ્ય વિકાસ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહ, જળ શક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ, કાયદા અને ન્યાય પ્રધાન મંત્રી બ્રજેશ પાઠક, રમત અને યુવા કલ્યાણ રાજ્ય મંત્રી ઉપેન્દ્ર તિવારીનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ : Petrol Price : સતત ત્રીજે દિવસે પેટ્રોલના ભાવમાં વધારો
સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અતુલ ગર્ગ સહિત યોગી સરકારના 9 મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. તેની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, આઇપીએસ ઓફિસર નવનીત સિકેરા સહિત કેટલાય ઓફિસર પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.