શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે.
દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 90 લાખ 16 હજાર 289 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,916 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલમાં 4,16,082 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,39,188 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો