- દેશમાં કોરોના વાયરસના કેસ માં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે.
- 24 કલાકમાં કોરોનાએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
- સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 195 લોકોના મોત થયા છે.
- 3900 કેસ નવા સામે આવ્યા છે.
- દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ છે. જ્યારે 1,568 લોકોના મોત થયા છે.

- દેશમાં છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સાજા થયા છે. આ પછી સાજા થનારનો આંકડો વધીને 12726 થઈ ગયો છે. રિકવરી રેટ 27.41 ટકા થઈ ગયો છે.
- દેશમાં હાલ 32138 એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આપણે બધાએ પોતાની રીતમાં ફેરફાર કરવો પડશે.
- વધુમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે.
- પ્રથમ સપ્તાહે 7 મે થી 13 મે સુધી અલગ-અલગ દેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના ઓપરેશનમાં 64 ઉડાનોનું સંચાલન કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News