new born baby boy

પંચમહાલના કાલોલ પંથકમાં માવતર લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સફાઈ-કામ કરતી મહિલાએ એક યુવતીની પોતાના ઘરે ગેરકાયદેસર સુવાવડ કરાવી હતી. આ દરમિયાન મહિલાએ જન્મેલા નવજાત શિશુને (new born baby boy) એક પુત્ર વાંચ્છુક દંપતીને 15 હજાર ખર્ચ પેટે લઇ આપી દીધું હતું.

પંચમહાલ જિલ્લામાં હ્યુમન ટ્રાફિકિંગનો પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાળકને ખરીદનાર દંપતીને સંતાન માં ત્રણ બાળકીઓ હોય પુત્ર મેળવવાની ઘેલછામાં નવજાત શિશુની ગેરકાયદેસર ખરીદી કરી હતી.

જો કે, આ સમગ્ર મામલો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મળેલી નનામી અરજીની તપાસ બાદ પ્રકાશમાં આવી છે. જેની પોલીસ ફરીયાદ  આધારે કાલોલ પોલીસે બાળક (new born baby boy) લેનાર દંપતી અને પોતાના ઘરે સુવાવડ કરાવનારી સ્વીપરની ધરપકડ કરી લીધી છે.

ખાનગી હોસ્પિટલમાં સફાઈ કામકાજ કરતા મંજુલાબેન સ્વીપરની ફરજ દરમિયાન સુવાવડ કરવાની શીખી લીધી હતી. તો આ બાદ પોતાની આવડતની આ પ્રકારે ગેરકાયદેસર પોતાના ઘરે સુવાવડ કરવાની હિંમત ખુલી ગઈ અને નવજાતને વેચવા સુધી પહોંચી ગયા. જોકે પોલીસ બાળકને (new born baby boy) જન્મ આપીને ત્યજી દેનારી માતા સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

કાલોલ પંથકના દંપતીએ કુદરતે પેઢીના વારસાદર માટે પુત્ર નહિં આપતાં યેનકેન પ્રકારે પોતાને પુત્ર હોવાની આશાઓ પૂર્ણ કરી હતી.પરંતુ બીજી તરફ પુત્ર મેળવનારના ગામના કે અન્ય ત્રાહિત વ્યક્તિએ જીલ્લા બાળક સુરક્ષા અધિકારીની કચેરીમાં નનામી અરજી કરીને દંપતી નવજાત છોકરો લાવ્યા અંગે જાણ કરી દીધી હતી. જેને આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ગામમાં જઈ દંપતીનો સંપર્ક કરી તમામ હકીકત મેળવી હતી

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળક આપનાર સ્વીપર મંજુલાબેન અને બાળક લેનાર દંપતી સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ જોગવાઈ મુજબ બાળકનો કબ્જો મેળવી શિશુ કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે. હાલ બાળકની તબિયત સ્વસ્થ છે.પોલીસે એક્શનમાં આવી દંપતી અને મંજુલાબેનની અટકાયત કરી મંજુલાબેન પાસે સુવાવડ કરાવી બાળક મુકી જનાર મહિલા સુધી પોલીસ પહોંચી ગઈ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024