cousins drown

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર સાંજે સાડા પાંચ વાગે ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે ભાઈ-બહેન ગયા હતા ત્યારે અકસ્માતે કેનાલમાં ગરકાવ થઈ જતાં ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ચંદ્રમાણા ગામના નવીનભાઈ ભીખુભાઇ પટેલના પુત્ર ધ્રુવકુમાર અને તેમના નાના ભાઈ અમૃતભાઈની પુત્રી કુમારી પ્રાચી ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ એન્જિનમાં છાણ નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે અંદર પગ મૂકતાં લપસી પડતા કેનાલ કિનારે ઉભેલી પ્રાચી બૂમાબૂમ કરીને ભાઈને બચાવવા જતા બંને જણા કેનાલમાં સરકી ગયા હતા.

કેનાલ ઉપરના ખેડૂતોએ ગામમાં જાણ કરતાં ભોગ બનનાર ના પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે કેનાલ પર દોડી આવ્યા હતા અને શોધખોળ આદરી હતી.

મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર ધ્રુવ પટેલ તેમના પિતાનું એકમાત્ર સંતાન છે જ્યારે પ્રાચી એક ભાઈની બહેન હોવાનું પાણીમાં ગરકાવ થયેલા પિતરાઇ બહેનના દાદા પટેલ ભીખુભાઈ વનદાસે જણાવ્યું હતું . અમૃતભાઈ પટેલ ભાવનગર ખાતે રહે છે અને ગઈકાલે જ ઘરે આવેલા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચી હતી અને બહારથી શોધખોળ હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર બુધવારે મોડી સાંજ સુધી શોખળોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ભાઈ કે બહેન એકમાંથી કોઈનો પણ પત્તો લાગ્યા ન હતો. ઘટનાને પગલે આખું ગામ એકઠું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024