કાતિલ ઠંડી વચ્ચે કચ્છ (kutch) ની ધરા ધ્રૂજી રહી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં સતત બે દિવસથી ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યા છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે આવતા ભૂકંપના આંચકામાં બહાર નીકળવુ કે નહિ તે પણ ડર કચ્છવાસીઓમાં ફેલાયો છે.
કચ્છમાં બે દિવસથી ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે 3.0 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. દુધઈથી 20 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ઘોર નિંદ્રામાં હતા, ત્યારે સવારના 5:43 વાગ્યે આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારના રોજ પણ કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રાપર પાસે 02:29 બપોરે 2.30 આંચકો આવ્યો હતો. તે પહેલા સવારે 11:58 કલાકે પણ રાપર પાસે 2.00નો આંચકો નોંધાયો હતો. રાપરથી 17 કિલોમીટર WNW 2.8 ની તીવ્રતાનો આંચકો તેમજ રાપરથી 18 NNW 2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
એક તરફ ભૂકંપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે, તો બીજી તરફ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આવામાં સૌથી વધુ હાડ થીજવતી ઠંડી કચ્છમાં જ જોવા મળી રહી છે. કચ્છમાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં જતો રહ્યો છે.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી